*પ્રેમમાં હારેલી હુંય બાજી છું,*
*ને છતાં ઇશ્ક મિજાજી છું,*
*ભીંની આ આંખમાં છે અશ્રુ,*
*આંખમાં યાદ હુંય તાજી છું,*
*યાદ મારી હવે ભૂલશે કેમ તું?*
*મૂર્તિ દિલમાં બનીને બિરાજી છું,*
*કૈ બધુંયે બધાને મળ્યું ક્યાં કદી?*
*જેટલું મેળવ્યુંને એમાં રાજી છું*
*કોણ પાછું મને કરશે યાદ કૈ?*
*એ વીતેલો વખત યાદ માજી છું,*
*હિંમતસિંહ ઝાલા*
શાયરી ૩
Reviewed by Hitesh Savariya
on
May 17, 2022
Rating:
Reviewed by Hitesh Savariya
on
May 17, 2022
Rating:


No comments: