માનો ખોળો
વહાલનું મોતી ખોળે રમતું,
કપાળે એની સ્નેહ ભમતું,
પ્રભાત લાલિમા થઈ શોભતું,
મા ખોળે બાળક જુમતું,
માતા ઊર જીવન નભતું,
ખોળે એની ઉદધિ છલકાતું,
અનહદ પરાકાષ્ઠા સ્વપ્ને જુલતું,
જનયિત્રી ઉછંગે જીવન પલતુ,
ભાણ તણી ભડવીરતા પોષતું,
સંસ્કાર તણુ સિંચન કરતું,
સ્વર્ગ-ધરતી મિલન માનો ખોળો,
ત્રિલોકી-નાથ જીવન ભર તું.
કેતનકુમાર કાંતિલાલ બગથરિયા "રાહી"
શાયરી ૪
Reviewed by Hitesh Savariya
on
May 17, 2022
Rating:
Reviewed by Hitesh Savariya
on
May 17, 2022
Rating:


No comments: