Update

*નોધ :વેબસાઈટ ની દરરોજ Update લેવા માટે નીચે ની બાજુમાં WhatsApp join પર ક્લિક બટન પર ક્લિક કરો જેથી બધી માહિતી જોઈ શકાય.* આભાર 

શાયરી ૨

 



શબ્દ-ઝરૂખે !


પિંજર ના એક ભાગ નું પક્ષીકરણ થયું,

છાતીના કલબલાટ વિષે શું કહું બીજું?


તારી નિરાંતમયતા મને, 'કેમ છે?' પુછે,

ટોળાત્મકાયેલો હું હસી લઉં થોડું ઘણું.


ઘડિયાળ અથવા ઘાસ બન્યો હોઉં એ રીતે,

મારે લણાતા અથવા ક્ષણાતા થઈ જવું પડ્યું.


સ્વપનાપ્રચુર ઊંઘ નું ખાલી હતું નગર,

કે પારદર્શિકાઓ વડે એ ભર્યું હતું!


ભીંતેશ્વરાય નમઃ કહી હાથ જોડ્યા બાદ,

સાષ્ટાંગવત દશામાં પલંગસ્થ થઈ જવું.


~ડો.મુકુલ ચોક્સી

શાયરી ૨ શાયરી ૨ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

No comments:

Powered by Blogger.