સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર.બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.– કૃષ્ણ દવે
No comments: